શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ અમદાવાદ ની સ્થાપના સને ૨૦૧૩, ચૈત્ર સુદ-૨ મંગળવાર તા. ૨/૪/૧૯૫૭ ના રોજ અમદાવાદ ખાતે ની માતર ભવાની વાવ, અસારવા ના પવિત્ર સ્થળે એકઠા થઇ કરવામાં આવી.
જે તે સમયના સમાજના અગ્રણીઓએ મહત્વનો ફાળો આપ્યો. જ્ઞાતિના મંડળનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. માર્યાદિત ફાળાથી શરુ કરવામાં આવેલ મંડળે વિદ્યાર્થી પ્રવુતિથી શરુઆત કરી. વિદ્યાર્થીઓને પુસ્તક, સ્કોલરશીપ આપવાનું શરુ કર્યું. વર્તમાન સમયમાં મંડળ પાસે લગભગ સાહીઠ લાખ રૂપિયાની ફિકસ ડીપોઝીટ છે જેના પર લગભગ વર્ષે રૂ. પાચ લાખ વ્યાજના મળવા પાત્ર છે. મળવાપાત્ર વ્યાજનો ફાળો વત્તા દર વર્ષે ઉઘરાવવામાં આવતા ફાળા માંથી મંડળ નીચે મુજબના ફંડ ચલાવે છે.
૧. | સમુહ લગ્ન કાયમી યોજના ફંડ | દર વર્ષે સમુહ લગ્ન યોજવામાં આવે છે. |
૨. | આર્થિક સહાય કાયમી ફંડ | આર્થિક પરીસ્થિતિ લક્ષમાં લઇ સહાય આપવામાં આવે છે. |
૩. | શ્રી સ્વામીનારાયણ સ્ત્રી રાહત કાયમી ફંડ | જરુરીયાતમંદ બહેનોને આ સહાય પહોચાડવામાં આવે છે. |
૪. | કાયમી નોટબૂક સહાય યોજના | આ યોજના તળે વિદ્યાર્થીઓને ચોપડા, નોટબૂક આપવામાં આવે છે. |
૫. | કાયમી સ્કોલરશીપ યોજના | વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. |
૬. | તબીબી સહાય કાયમી યોજના ફંડ | જરુરીયાતમંદ ને ગુણદોષ ના આધારે આ તબીબી સહાય આપવામાં આવે છે. |
૭. | ઊચ્ચ શિક્ષણ સહાય કાયમી ફંડ | અનુસ્તાનક કક્ષાના કે તેથી આગળના અભ્યાસમાં વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે. |
૮. | કાયમી ઇનામી યોજના ફંડ | નાના બાળકોને પ્રોત્સાહિત કવા ઇનામ આપવામાં આવે છે. |
૯. | છાત્રાલય સહાય ફંડ | છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને મદદરૂપ થવાય છે. |
૧૦. | સમાજ ઉન્નતી કાયમી ફંડ | આ ફંડ ના વ્યાજની આવક સમાજના કર્યો માં લેવાય છે. |
૧૧. | રજતચંદ્રક સુવર્ણચંદ્રક | સૌથી વધુ માર્ક્સ સાથે પરિક્ષામાં પાસ કરનાર વિદ્યાર્થીને રજતચંદ્રક અને સુવર્ણચંદ્રક જાહેર સમારંભમાં એનાયત કરવામાં આવે છે. |
૧૨. | ધર્મશાળા | બહુચરાજી સ્થિત સોની જ્ઞાતીની વાડીઓ નો વહીવટ કન્વીનર શ્રી પ્રમુખના સંપર્કમાં રહી ને કરે છે. |
આમ આ મંડળ જ્ઞાતિની કલ્યાકારી યોજનામાં જ્ઞાતિજનોને મદદરૂપ બને છે અને દાતા શ્રેષ્ઠીઓના દાનથી જ્ઞાતિ વિકાસના/ ઉન્નતીના કામ હાથ પર લઇ સકાય છે.