શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ
KVPS
નામ
રમેશ ભાઈ ગરધાનદાસ સોની
ડો. જયશ્રી ડો.કેતન સોની
સેજલ બેન હરેશ કુમાર સોની
બ્રીન્દ્રા બેન વિરલ કુમાર સોની
ભાવના હિરેન કુમાર સોની
પ્રીયંકા બેન જીગર કુમાર સોની
ધ્રુવ કુમાર સંજય કુમાર સોની
™kufhe rð»kÞf
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
 
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં. ૧૨ પહેલો માળ, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર - અરજીની છેલ્લી તારીખ 26/12/2014
 
જીલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં
મુખ્ય શિક્ષણ (વર્ગ-૩) સીધી ભરતી અંગેની જાહેરાત વર્ષ-૨૦૧૪-૧૫

જીલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ દ્વારા મળેલ માંગણી પત્રક મુજબ જીલ્લા શિક્ષણ સમિતિ હસ્તક ની પ્રાથમિક શાળાઓ માં ૨૪૬૭ જગ્યાઓ નીચે જણાવેલ વિગતે મેરીટ ના ધોરણે ભરવા મેરીટ યાદી તૈયાર કરવા માટે નીચે ઉલ્લેખ કરેલ શિક્ષણ તેમજ તાલીમ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઈન માંગવામાં આવે છે. ઉમેદવારે અરજ તા. ૧૫/૧૨/૨૦૧૪ થી તા. ૨૬/૧૨/૨૦૧૪ દરમ્યાન આ કચેરીની વેબસાઈટ www.vidyasahayakgujarat.org તથા  www.ptcgujarat.org ઉપર મુકવામાં આવેલ સુચના મુજબ ઓનલાઈન કરવાની રહેશે.


શિક્ષણ

સમિતિ

મુખ્યશિક્ષક ની
ભરવાપાત્ર
જગ્યાઓ

બિન
અનામત
(OP)

અનુ.
જાતી
(SC)

અનુ.
જનજાતી
(ST)

સા.શૈ.,
વર્ગ
(SEBC)

કુલ ભરવા
પાત્ર
જગ્યાઓ
પૈકી 3%
લેખે
વિકલાંગ 
માટે
અનામત
(PH)

જીલ્લા
શિક્ષણ
સમિતિ

૨૩૭૧ 

૧૨૪૩

૧૫૮ 

૪૪૩

૫૨૭

૭૧

નગર
શિક્ષણ
સમિતિ

૯૬

૪૧

૩૪

૧૫

કુલ

૨૪૬૭

૧૨૮૪

૧૬૪

૪૭૭

૫૪૨

૭૪


જીલ્લા શિક્ષણ સમિતિ તથા નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત તથા શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છૂટછાટ અને સામાન્ય સૂચનો ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

અરજીપત્રક ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ:
૧.) મુખ્ય શિક્ષણ (હેડ ટીચર) અંગેનું ઓનલાઈન અરજીપત્રક વેબસાઈટ www.vidyasahayakgujarat.org તથા www.ptcgujarat.org ઉપર ઓનલાઈન  તા. 15/૧૨/૨૦૧4  સવારના ૧૧:૦૦ કલાકથી  તા. 26/12/૨૦૧૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે. ઓનલાઈન અરજી ફોર્મ કોઈપણ  કમ્પ્યુટર કે જેની સાથે ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ હોય તે ઉપર થી ભરી શકશો.  

૨.) HTAT પરીક્ષાનો તમારો સીટ નંબર ટાઈપ કરી અને પરીક્ષાની તારીખ પસંદ કરો પછી CONTINUE બટન ઉપર ક્લિક કરો જેથી તમારું HTAT Result દેખાશે. ત્યારબાદ CONTINUE બટન ઉપર ક્લિક કરતા અરજીપત્રક ખુલશે.

૩.) ઓનલાઈન ભરેલું ફોર્મ કમ્પ્યુટર પર SAVE કાર્ય પછી તે માહિતી ઓનલાઈન ચકાસી લેવી. ભરેલા ફોર્મ માં કોઈ પણ ફેરફાર કરવો હોય તો EDIT ની મદદ થી ઓનલાઈન સુધારા કરવા. અરજી ફોર્મ ની PRINT કાઢવા માટે Submit કાર્ય પછી PRINT કાઢવી.

૪.) સ્વીકાર કેન્દ્રો ની યાદ વેબસાઈટ www.vidyasahayakgujarat.org ઉપર મુકવામાં આવેલ છે.

૫.) અરજી પત્રક માં નિયત જગ્યા અ અરજદારએ સહી કરવી. આ અરજી પત્રક રાજ્યના નક્કી કરેલ સ્વીકાર કેન્દ્ર ઉપર જરૂરી અસલ ગુણપત્રકો/પ્રમાણપત્રો સાથે ચકાસણી કરવી, નિયત કરેલ ફી ભરી, સહી કરેલી પહોચ જરૂર થી મેળવવી, અને સ્વીકાર કેન્દ્ર મારફત અરજી પત્રક Final Submit કરવવું, Final Submit થયા સિવાયનું કોઈપણ અરજીપત્રક ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

૬.) ઉમેદવારે શિક્ષણ વિભાગ ના ઠરાવ ક્રમાંક: પીઆરઆઈ/૧૧૧૧/સિંગલફાઈલ/૩/ક, તા:૧૫/૦૫/૨૦૧૨ ના (૨) ક,ખ,ગ,ઘ માં દર્શાવ્યા મુજબ અનુભવ ના તમામ પુરાવા જોડવાના રહેશે.તે મુજબ ના રજુ કરેલા પુરાવા માન્ય રહેશે.

૭.) અરજીપત્રક Final Submit કાર્ય બાદ સ્વીકાર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ પહોંચ સાચવવી અને પસંદગી સમયે અચૂક સાથે લાવવી.

૮.) મુખ્ય શિક્ષક તરીકે પસંદગી પામનાર તમામ ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ એસ.એલ.પી.નં.૧૮૧૩૬/૨૦૧૩ ના આખરી ચુકાદાને આધીન નિમણુક આપવામાં આવશે.

૯.) મુખ્ય શિક્ષક માટે અરજી કરનાર ઉમેદવાર દ્વારા શિક્ષણ વિભાગ ના તા.૨૦/૦૬/૨૦૧૩ ના ઠરાવની જોગવાઈ મુજત HTAT પાસ કર્યા અંગેનું જે ગુણપત્રક રજુકરવામાં  આવશે તેને જ ધ્યાનમાં લેવામાં આવશે. અને ઉમેદવાર ના પાંચ વર્ષ નો અનુભવ HTAT પરિક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખે પૂર્ણ થયેલ હોવો જોઈએ.

૧૦.) અરજી પત્રક ની પ્રિન્ટ કરેલી કોપી નક્કી કરેલ સ્વીકાર કેન્દ્ર ઉપર તા.૧૫/૧૨/૨૦૧૪ થી તા.૨૬/૧૨/૨૦૧૪ સુધી રૂબરૂમાં સવારના ૧૧:૦૦ કલાક થી  સાંજ ના ૫:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.

૧૧.) ટપાલ કુરીયર મારફતે અરજીફોર્મ  સ્વીકારવામાં આવશે નહીં, અને તે રદ થયેલા ગણાશે આ કચેરી ને પણ અરજી પત્રકો મોકલવા નહીં.

૧૨.) અરજીપત્રક ભરતા પહેલા વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ ઉમેદવાર માટેની સૂચનાઓ કાળજી પૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે.



તા. ૦૮/૧૨/૨૦૧૪                                                                         આર. સી. રાવલ
સ્થળ : ગાંધીનગર                                                                                       અધ્યક્ષ 
                                                    ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ પસંદગી સમિતિ 
                                                                              અને માધ્યમિક શિક્ષણ નિયામક.
 
પાછા જાઓ