વિદ્યાસહાયક ભરતી |
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ - અરજીની છેલ્લી તારીખ 19/06/2013 |
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,
બ્લોક નં. ૧૨, પહેલો માળ. ડૉ. જીવરાજ મહેતા ભવન. ગાંધીનગર.
વિધાસહાયક ભરતી અંગેની પૂરક જાહેરાત
જીલ્લા/નગર શિક્ષણ સમિતિની શાળાઓ માટે વિદ્યાસહાયકની ભરતી માટે તા.
૨૪/૦૯/૨૦૧૨ ના રોજ વર્તમાન પત્રો માં જાહેરાત આપવામાં આપેલ હતી. જે ગુજરાત
વિધાનસભાની ચુંટણી આચાર સહિતના કારણે તા.૧૦/૧૦/૨૦૧૨ થી મુલતવી રાખેલ હતી.
આચાર સહિત પૂરી થતા તા. ૦૮/૦૧/૨૦૧૩ ના રોજ પૂરક જાહેરાત આપીને અરજી
સ્વીકારવાની કાર્યવાહી હાથ ધરેલ હતી. પરંતુ અદાલતી હુકમોના કારણે તા.
૧૧/૦૧/૨૦૧૩ થી અરજીઓ સ્વીકારવાની કાર્યવાહી સ્થાગિક કરેલ હતી તે સંબંધમાં
હવે જાહેરાતમાં દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં
અરજીઓ ઓનલાઈન માંગવામાં આવે છે. ઉમેદવારો આ કચેરી ની વેબસાઈટ http://vidyasahayakgujarat.org ઉપર મુકવામાં આવેલ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરી તા.૧૧/૦૬/૨૦૧૩ થી તા.૧૯/૦૬/૨૦૧૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. (૧.) ગુજરાત રાજ્ય પરીક્ષણ પસંદગી સમિતિ દ્વારા તા.૨૪/૦૯/૨૦૧૨ ના રોજ અપાયેલ જાહેરાત ના સંદર્ભ માં તા. ૦૯/૧૦/૨૦૧૨ સુધી અને તા.૮/૦૧/૨૦૧૩ સુધીમાં જે ઉમેદવારોએ અરજી કરી હશે એ તેમણે ફરીથી અરજી કરવાની રહેશે નહિ. (૨.) ઉપર ક્રમ ૧ માં જણાવ્યા મુજબના સમયગાળા માં ઓનલાઈન અરજી કારેલ હોય પરંતુ અરજી ફોર્મ ની નિયત ફી સાથે જીલ્લા સ્વીકાર કેન્દ્ર ઉપર જમા કરાવેલ ના હોય તેઓએ નિયત ફી સાથે અરજી ફોર્મ જમા કરવાનું રહેશે. (૩.) વિદ્યાસહાયક તરીકે પસંદગી પામનાર તમામ ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ એસ.એલ.પી.નં.૧૮૧૩૬/૨૦૧૩, નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ એલ.પી.એ.નં.૧૬૫૦/૨૦૧૨ અને એલ.પી.એ.નં.૧૬૫૧/૨૦૧૨ ઈન એસ.સી.એ.નં.૧૧૨૩૪/૨૦૧૨, એસ.સી.એ.નં.૮૫૭૧/૨૦૧૨ વીથ એસ.સી.એ.નં.૮૮૮૫/૨૦૧૨ ઈન એસ.સી.એ.નં. ૧૩૪૨૫/૨૦૧૨ ના આખરી ચુકાદાને આધીન નિમણુક આપવામાં આવશે. (૪.) વિદ્યાસહાયક ભરતી માટે અરજીકારનાર ઉમેદવાર દ્વારા શિક્ષણ વિભાગ ના તા.૬/૬/૨૦૧૩ ના હસવથી નિયત થયા મુજબ ટેટ(TET) પાસ કરેલ અંગેનું જે ગુણપત્રક (MARKSHEET) રજૂ કરવામાં આવશે તેનેજ ધ્યાને લેવામાં આવશે. (૫.) જે ઉમેદવારોએ અગાઉની જાહેરાત ના સંદર્ભે અરજી પત્રક સ્વીકારકેન્દ્ર ઉપર જમા કરાવેલ છે પરંતુ હવે ક્રમાંકન-(૪) ધ્યને લેતા તેમણે ટેટ(TET) માં મેળવેલ ગુણ સુધારવાના થતા હોય તો તેઓએ સુધારા અરજીપત્રક વેબસાઈટ ઉપર થી મેળવી તે ભરીને ટેટ(TET) ની માર્કશીટ ની નકલ સાથે સ્વીકાર કેન્દ્ર માં રજૂ કરવાનું રહેશે. આ ઉમેદવારોએ ઓનલાઈન નવેસરથી અરજી કરવાની રહેશે નહિ.તેમજ નવેસરથી ફી ભરવાની રહેશે નહિ. (૬.) ઉપર ક્રમાંક-(4) ધ્યાને લેતા જે ઉમેદવારોએ ટેટ(TET) ની પરીક્ષા ના અનુસંધાને અરજી કરીન હોય અથવા કરીશ્ક્યા ના હોય તેવા ઉમેદવારોએ ઓનલાઈન અરજીકરવાની રહેશે. અને નિયત ફી સાથે સ્વીકાર કેન્દ્ર ઉપર જમા કરવાની રહેશે. (૭.) પીઆઈએલ નં.૫૮/૨૦૧૩ ના નામદાર ગુજરાત હાઇકોર્ટના તા.૨૮/૦૩/૨૦૧૩ ના વય ગાળા ના આદેશ અન્વયે મૂક બધીર ઉમેદવારો માટે જાહેરાત માં દર્શાવેલી કુલ જગ્યા ના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવશે જયારે અલ્પદ્રષ્ટિ ઉમેદવારો તથા OH(શારીરિક અશક્તતા ધરાવતા) ઉમેદવારો માટે એક એક ટકા જગ્યા અનામત રાખવામાં આવશે. (૮.) ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયમાં જાહેરાતમાં દર્શાવેલ વિષયો સિવાય અન્ય વિષય સાથે બીએસસી.કે બીએ/બી.એસ.એસ.સી ની લાયકાત ધરાવતા હોય અને જેતે વિષય ની ટેટ(TET) પાસસ કરેલ હોય તેવા ઉમેદવાર રાજ્ય સરકાર દ્વારા નામ.સુપ્રીમ કોર્ટ માં દાખલ કરવામાં આવેલ એસ.એલ.પી.(સી) નં. ૯૯૫૦-૧૦૦૨૧-/૨૦૧૨ ના આખિર ચુકાદાને અધીન અરજી કરી શકશે. (૯.) વિદ્યાસહાયક અંગેનું અરજી પત્રક ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઓનલાઈન તા.૧૧/૦૬/૨૦૧૩ સવારના ૧૦:૦૦ કલાકથી તા. ૧૯/૦૬/૨૦૧૩ સુધી બપોરે ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે. ઓનલાઈન અરજી ફોર્મ કોઈપણ કમ્પુટર કે જેની સાથે ઈન્ટરનેટ સુવિધા હોય તે ઉપરથી ભરી શકાશે. (૧૦.) અરજી પત્રક ની પ્રિન્ટ કરેલ કોપી નક્કી કરેલ સ્વીકાર કેન્દ્ર પર તા.૧૧/૦૬/૨૦૧૩ થી તા. ૧૯/૦૬/૨૦૧૩ સુધી રૂબરૂમાં (રવિવાર અને જાહેર રાજા સિવાય) સવારના ૧૧:૦૦ કલાક થી સાંજ ના ૫:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. ઉપરોક્ત વિગતો સિવાયની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા તા.૨૪/૦૯/૨૦૧૨ અને તા.૮/૧/૨૦૧૩ ના રોજ આપવામાં આવેલ જાહેરાતમાં દર્શાવેલ અન્ય શરતો/વિગતો યથાવત રહે છે. તા.૨૪/૦૯/૨૦૧૨ અને ૮/૧/૨૦૧૩ ની બંને જાહેરાતો તથા શિક્ષણ વિભાગનો તા.૬/૬/૨૦૧૩ નો ઠરાવ ઉપર્યુક્ત વેબસાઈટ ઉપર જોવા મળશે. તારીખ:-૧૦/૦૬/૨૦૧૩, આર.સી.રાવલ સ્થળ:- ગાંધીનગર અધ્યક્ષ જા.ક.વિસભ:૦૧-૦૨-૦૩/૨૦૧૨(પૂરક-૩) ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામક,ગુ,રા,ગાંધીનગર |
પાછા જાઓ |
™kufhe rð»kÞf