વિશિષ્ટ સન્માન તારીખ :11/12/2005
સમૃદ્ધ શૈશવથી જીવનયાત્રાનો સુભારંભ કરી, વિદ્યાર્થીકાળમાં વિજ્ઞાન પરત્વેની અભીરુચીએ આપને શિક્ષક તરેકી ની કારકિર્દીની શરૂઆત કરવાની પ્રેરણા આપી. ત્યારબાદ પોસ્ટ એન્ડ ટેલીગ્રાફ વિભાગમાં આપે નોંધપાત્ર સેવાઓ આપી. સને ૧૯૭૮ થી આપણા પરંપરાગત એવા પૈતૃક વ્યવસાયમાં પર્દાપણ કરી સફળ વેપારી ની સાખ કેળવી છે. સને ૧૯૯૫ થી આપ વ્યવસાયમાંથી ક્ષેત્ર સન્યાસ લઇ સંપૂર્ણતઃ સેવા ક્ષેત્રમાં સમર્પિત થયા છો.
જીવનકાળ દરમિયાનમાં આપે સમાજસેવા, માનવકલ્યાણ અંદ જીવદયાની વિવિધ પ્રવૃતિઓમાં સક્રિય અને પ્રસંશનીય સેવાઓ આપી છે. ચક્શુબેંક, રક્તદાન, સીનીયરસીટીઝન કાઉન્સિલ, કુકરવાડા મહાજન ધર્માદા ફંડ જેવી અનેક સંસ્થાઓ માં વિવિધ હોદ્દાઓ શોભાવી આપના માર્ગદર્શન અને હુંફ નો લાભ આપ્યો છે. ઘણી સંસ્થાઓ ના આપ સ્થાપક, પ્રણેતા અને પ્રેરણાસ્ત્રોત રહ્યા છો.
સોની સમાજના શ્રી અખિલહિન્દ શ્રીમાળી સોની મહામંડળની મહાસમિતિ ના સભ્ય તરીકે તથા શ્રી અખિલ ભારતીય સુવર્ણકાર સંઘના મહામંત્રી તરીકે શનીષ્ઠા યોગદાન આપેલ છે. શ્રી અખિલ ભારતીય સુવર્ણકાર સંઘ દ્વારા આપને "સુવર્ણકાર શ્રી" ના સન્માન થી નવાજ્યા છે. આપના શ્રી અમદાવાદ, કડી, વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ ને પણ પ્રમુખ તરીકે તેમજ આર્થિક સહાય ફંડ અને શ્રી સ્વામીનારાયણ સ્ત્રી રાહત ફંડ ના કન્વીનર તરીકેની આપની સેવાઓનું સદભાગ્ય પ્રાપ્ત થયુ છે. અન્ય સેવાભાવી સંસ્થાઓએ પણ આપનું ઘણા પ્રસંગે સન્માન કરેલ છે.
આ વિશિષ્ટ સેવા પુરસ્કાર થી અમો આપની સેવા ભાવના ને બિરદાવીએ છીએ. અમે અંતકરણ પૂર્વક સ્વીકાર કરીએ છીએ. મંડળ ના માધ્યમ થકી આપણા દ્વારા સમસ્ત સોની સમાજ ની સતત સેવા થતી રહે તે અર્થે પરમકૃપાળુ પરમાત્મા આપશ્રીને નિરામય દીર્ધઆશુષ્ય આપે એવી પ્રાર્થના સહ શુભેચ્છા પાઠવીએ છીએ.