વિશિષ્ટ સન્માન તારીખ :03/06/2007
આપશ્રીએ ખુબજ નાની વયે પારિવારિક વ્યવસ્થા માં ઝંપલાવી, સખત મહેનત, આગવી કુનેહ, વ્યવસાયિક કુશળતા અને મૈત્રી પૂર્ણ સ્વભાવ થકી વ્યાપારી જગત માં અનેરી ચાહના અને વિશિષ્ટ સ્થાન મેળવેલ છે, જેનો અમોને ગર્વ છે.
અપણા સમાજ/ મંડળ દ્વારા સમાજ-સેવાની પ્રવુતિ માં પણ આપ અગ્ર હરોળ માં સ્થાન ધરાવો છો. આજીવન સભ્ય અને પ્રતિનિધિના અદના કાર્યકર ના સ્થાનથી, આપની દીર્ઘદ્રષ્ટી, વહીવટી કુશળતા, સંગઠનની આગવી સૂઝ અને મિલનસાર સ્વભાવ થકી આપે પ્રમુખપદ સુધી ના હોદ્દાઓ ને ગૌરવ બક્ષ્યું છે. આપના નેતૃત્વ હેઠળ મંડળે સામાજિક અને આર્થિક વિકાસ ની હરણફાળ ભરી છે. જેનો સમસ્ત સમાજ સાક્ષી છે.મંડળ ના સંગઠન ને સુદ્રઢ બનાવવા માં મંડળ ને આર્થીક રીતે સધ્ધર બનાવવા માં અને મંડળ ની પ્રવૃત્તિઓના સફળ સંચાલન અને કુશળ વહીવટ માં આપનું વ્યક્તિગત અને પારિવારિક યોગદાન નોધપાત્ર જ નહિ પરંતુ અદ્રિતીય રહ્યું છે.
સમાજ સેવા અને નેતૃત્વ ના ગુણ આપને ગળથૂથી માં મળેલા છે. આપના પિતાશ્રી ની મંડળ ના પ્રમુખ તરીકે ની ઉત્કૃષ્ઠ સેવાઓ અવિસ્મરણીય છે. હાલ અપણા લઘુબંધુ શ્રી મુકેશભાઈ વિકાસ ની રાહ પર સમાજનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે.
આપશ્રી એ આ મંડળ ઉપરાંત રોટરી ક્લબ, વિજાપુર, શ્રીરામબાગ મંદિર ટ્રસ્ટ, વિજાપુર, જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ પ્રમુખપદ શોભાવ્યું છે. શ્રી માણેક ચોક કો ઓં બેંક ના ડીરેક્ટર તરીકે અને શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ ની મહાસમિતિ ના સભ્ય તરીકે વર્ષો થી સેવા આપી રહ્યા છો. અપના વિશિષ્ટ કૌશલ્ય ને ધ્યાન માં લઇને હાલ માં અપને મહામંડળ ના વાડજ છાત્રાલય ના કન્વીનર નીમવામાં આવેલ છે. આમરાષ્ટ્રીય ફલક પર પણ આપની પ્રતિભાની નોંધ લેવાઈ રહી છે જે આ સમાજ માટે ગૌરવ નો વિષય છે.
આપશ્રીનું અસાધારણ વ્યક્તિત્વ, સંગઠન ની સૂઝ, સમાજ ને આર્થિક અને સામાજિક વિકાસ ના ઉન્નત શિખરો taraf પ્રગતિ-પ્રયાણ કરાવવી ધગશ, પ્રેરણા દાયી નેતૃત્વ વર્ષો પર્યત ની આપની તન,મન અને ધન થી કરાયેલ સમાજ સેવાને બિરદાવવા મંડળ ના સુવર્ણજયંતી પ્રસંગે આપને "વિશિષ્ટ સેવા સન્માન પત્ર" અર્પણ કરતા સમાજ ગૌરવ અને હર્ષ ની લાગણી અનુભવે છે. તથા આપની સેવા દીર્ઘકાળ સુધી પ્રાપ્ત થાય તે માટે આપના સ્વાસ્થ્ય અને દીર્ઘઆયુષ માટે પ્રભુ પ્રાર્થના.