વિશિષ્ટ સન્માન તારીખ :13/12/2008
આપનો જન્મ મહેસાણા જીલ્લા ના વિજાપુર ખાતે સને ૧૯૪૨ માં થયો. પ્રારંભિક શિક્ષણ બાદ, વિસનગરની એમ. એન કોલોજથી બી.એની સ્નાતક ડીગ્રી મેળવી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી આપના યશસ્વી જીવનનો શુભારંભ કર્યો.
ગુજરાત રાજ્યની રાજકીય અને વહીવટી સત્તાના કેન્દ્ર સમા સચિવાલયમાં આપે ૪૦ વર્ષે દીર્ઘકાળ સરકારી સેવા આપી આપની નિષ્ઠ, ધગશ અને પ્રમાણિકતાને કારણે આપે ઉત્તરોત્તર મહત્વપૂર્ણ સ્થાનો પર સફળતા સેવા બજાવી આપની કુનેહ અને કાર્યકુશળતા તથા સમય - શિસ્તના કારણે શ્રી જશવંત મહેતા, તત્કાલીન નાણામંત્રીશ્રી, શ્રી ચીમનભાઈ પટેલ, તત્કાલીન મુખ્યમંત્રી તેમજ હાલના ભારતના મુખ્ય ચુંટણી કમિશ્નરશ્રી એન. ગોપાલ સ્વામી જેવા બાહોશ ઉચ્ચ પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે વહીવટ માં ભાગીદાર બન્યા.
શ્રી ગાંધીનગર શહેર સુવર્ણકાર મંડળ ના સ્થાપક સભ્ય તરીકે સમાજ સેવાના શ્રી ગણેશ કર્યા. આ મંડળ ના પ્રતિનિધિ થી શરુ કરીને મંત્રી તરીકેની દીર્ધકાળ સેવાઓ આપી મંડળનું સફળ સંચાલન કર્યું. સને ૧૦૮૦ માં આપે શ્રી અમદાવાદ, કડી, વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળમાં પ્રતિનિધિ તરીકે જોડાઈ સરકારી સેવાઓ ઉપરાંત સમાજસેવામાં પર્દાપણ કર્યું. ત્યારબાદ આ મંડળમાં સહમંત્રી, મંત્રી, જેવા વહીવટી કુશળતા માંગતા પદ પર રહી મંડળની પ્રગતિ માં યશશ્વી ફાળો આપ્યો છે. સને ૧૯૯૫ થી મંડળના "મહામંત્રી" તરીકેની સફળતાપૂર્વક કુશળ કામગીરી બજાવી, સમાજ ઉત્કર્ષ મારે અવિરત પુરુષાર્થ કરી રહ્યા છો.
સરકારી સેવામાં સને ૨૦૦૦ ના વર્ષમાં વર્ગ ૧ ના ગેઝેટેડ અધિકારી ની નિવૃત્તિ બાદ પારિવારિક વ્યવસાય ક્ષેત્રે પણ સક્રિય ભૂમિકા દ્વારા "યશદીપ જ્વેલર્સ" ની પ્રગતિ નું સુકાન સાંભળી રહ્યા છો. વ્યવહારિક કુશળતા અને વહીવટી સુઝના પરિણામે પારિવારિક જીવનના ઉતાર ચઢાવ માં પણ આપણા પરિવાર ને માર્ગદર્શન અને હુંફ આપી, સમાજસેવાની ભાવના સહ ઉતરોતર પ્રગતી કરી રહ્યા છો.
કોઈપણ સુંદર અને ટકાઉ ઈમારત નો યશ જેમ તેના શિલ્પીને જાય છે તેમ આપની બહુમુખી પ્રતિભા થકી આપે પરિવાર, સમાજ તેમજ રાજ્યની સેવામાં ઉમદા ફાળો આપેલ છે. આ મંડળના મેળાવડા, સંમેલન, સમૂહલગ્નોત્સવ તેમજ સુવર્ણજયંતી મહોત્સવ જેવા કાર્યક્રમોના આયોજન, સંચાલન અને સફળતામાં આપના વહીવટીજ્ઞાન અને અનુભવો લાભ આપી, આપે સાદું જીવન, ઉચ્ચ વિચાર અને સમાજકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી આ મંડળ ને ગૌરવપૂર્ણ સ્થાન આપેલ છે.
આપની આ ધગશ, કાર્યકુશળતા, પ્રમાણિકતા તથા કામપ્રત્યેની નિષ્ઠા ઉપરાંત સબળ અને સફળ સંચાલનકળા થકી આપે બજાવેલ ઉત્ક્રુષ્ટ સમાજ સેવા બદલ "વિશિષ્ટ સેવા સન્માન પત્ર" અપર્ણ કરતા મંડળ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. આપની અવિરત સેવાનો લાભ સમાજને સદૈવ મળી રહે તે માટે ઈશ્વર આપને સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘયુષ્ય બક્ષે તેવી પ્રાર્થના સહ આ સન્માનપત્ર અપર્ણ કરું છું.