વિશિષ્ટ સન્માન તારીખ :26/11/2012
આપે એન્જિનિયરીંગ નો અભ્યાસ કરી પરદેશ માં નોકરી સ્વીકારી જીવન ની શરૂઆત કરી પરંતુ પિતાશ્રીના વ્યવસાય ની અગત્યતા જોતા પારિવારિક વ્યવસાયમાં ઝંપલાવી આગવી કુનેહ અંદ વ્યવસાયિક કુશળતા દ્વારા કુટુંબને માગ્દર્શક બની સમાજમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું.
અપણા સમાજ/મંડળ દ્વારા સમાજ સેવા ની પ્રવૃત્તિ સન-૧૯૮૬ થી શરુ કરી દીર્ધદ્રષ્ટિ, વહીવટ કુશળતા અને આગવી સૂઝ બતાવી સમાજ માં અગ્રેસર રહી મંડળ માં પ્રતિનિધિથી શરુ કરી પ્રમુખ સુધી ના હોદ્દાઓં ને ગૌરવ બક્ષ્યું. આપના નેતૃત્વ હેઠળ મંડળે સામાજિક અંદ આર્થિક વિકાસ થકી સફળતા મેળવી છે. મંડળ ને આપની આગવી શૈલી માં સમાજલક્ષી સમાજ આપી નોધપાત્ર આર્થિક સુધારા બક્ષવા માં મદદરૂપ બન્યા છો. હાલ માં પણ આપ "આર્થિક સહાય કાયમી ફંડ" તથા "શ્રી સ્વામીનારાયણ સ્ત્રી રાહત ફંડ" ના કન્વીનર તરીકેની સફળ સેવા આપી રહ્યા છો.
આપને સમાજ સેવા અને નેતૃત્વ ના ગુણ આપના કુટુંબમાંથી ગળથૂથી માં મળ્યા છે. આપના કાકા શ્રી નટવરલાલ ત્રિકમલાલ આપણાં સમાજ ના સ્થાપક પ્રમુખ હતા.
આપશ્રીએ આ મંડળ ઉપરાંત ચાંદખેડા કડવા પાટીદાર ભાગના કુતરા ધર્માદા, પરબ ધર્માદા, ચકલા ધર્માદા, ગાયો ધર્માદા સાર્વજનિક ટ્રસ્ટ, ચાંદખેડાના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે ઘણા વરસો સુધી રહીને પણ સામાજિક સેવા કરી છે. શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ ના મહાસમિતિ ના સભ્ય તરીકે તથા સહમંત્રી શ્રી તરીકેની સેવા પણ આપી રહ્યા છો. આમ રાષ્ટ્રીય ફલક પર પણ આપની પ્રતિભાની નોંધ લેવાઈ રહી છે, જે આ મંડળ માટે ગૌરવ લેવાની બાબત છે.
આપશ્રીના વ્યક્તિ વિશેષ કાર્યવાહી, સંગઠનની સૂઝ, સમાજને આર્થિક અને સામાજિક ક્ષેત્રે ઉન્નત શિખરો તરફ પ્રગતિ પ્રયાણ કરાવવાની ધગશ અને પ્રેરણાદાયી નેતૃત્વ આપની તન, મન અને ધન ની કરાયેલ સમાજસેવા ને બિરદાવવા મંડળના આ પ્રસંગે આપને "વિશિષ્ટ સેવા સન્માનપત્ર" અર્પણ કરતા સમાજ ગૌરવ અને હર્ષ ની લાગણી અનુભવે છે. તથા આપની આવી સમાજસેવા દીર્ધકાળ સુધી પ્રાપ્ત થાય તે માટે આપના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ધકાળ માટે પ્રભુ પ્રાર્થના સહ