શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ
KVPS
નામ
રમેશ ભાઈ ગરધાનદાસ સોની
ડો. જયશ્રી ડો.કેતન સોની
સેજલ બેન હરેશ કુમાર સોની
બ્રીન્દ્રા બેન વિરલ કુમાર સોની
ભાવના હિરેન કુમાર સોની
પ્રીયંકા બેન જીગર કુમાર સોની
ધ્રુવ કુમાર સંજય કુમાર સોની
rðrþü ‚uðk ‚L{k™
શ્રી બાલમુકુન્દ ચંદુલાલ સોની, જંત્રાલ

વિશિષ્ટ સન્માન તારીખ :26/11/2011

આપે અમદાવાદની નામાંકિત અમ.જી.સાયન્સ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડીગ્રી મેળવી જીવનની શરૂઆત કરી. પરંતુ પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે કુટુંબના બહોળા વ્યવસાયની અગત્યતા જોતા જંત્રાલ મુકામે જ પારિવારિક વ્યવસાયમાં જંપલાવ્યું. આપની બુદ્ધિ-ચતુર્યતા અને વ્યવસાયિક કુશળતા દ્વારા સોના ચાંદીના વ્યવસાયનો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનો લાભ લઇ અપ્રતિમ વિકાસ કર્યો. સાથે સાથે સમાજની અંદર પણ સરળ સ્વભાવના કારણે પ્રતિષ્ઠાસભર અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું.
આપના સમાજ / મંડળ દ્વારા સમાજ સેવાની પ્રવૃત્તિ સને -૧૯૮૬ થી પ્રતિનિધિથી શરૂ કરી ખજાનચી, કન્વીનર અને પ્રમુખ સુધીના ઉચ્ચ હોદ્દાઓને ગૌરવ બક્ષ્યું છે આપના નેતૃત્વ હેઠળ આપની કાર્યકુશળતા અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા મંડળનો સામાજિક તથા આર્થિક વિકાસ સાધ્યો છે. આપના સમાધાનકારી તેમજ સરળ સ્વભાવને કારણે આપને સમાજમાં લોકપ્રિયતા હાંસલ કરી છે.
આપને સમાજ સેવા અને નેતૃત્વના ગુણ, આપના કુટુંબના મોભસમા શ્રી રમણલાલ છગનલાલ  સોની કે જેઓ આ મંડળ સ્થાપક્માંના એક હતા તેમના લીધે ગળથુથીમાંથી મળ્યા છે.
આપશ્રી આ મંડળ ઉપરાંત આપના ગામના ઘણા ધાર્મિક અને સામાજિક ટ્રસ્ટોમાં પણ સેવા આપો છો. તથા શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ વર્તમાન મહાસમિતિના સભ્ય તરીકેની સેવા આપી રહ્યા છો. આમ રાષ્ટ્રીય ફલક પર પણ આપની પ્રતિભાની નોંધ લેવાઈ રહી છે. તે આ મંડળ માટે ગૌરવ સમાન છે .
આપશ્રીની વ્યક્તિ વિશે કાર્યવાહી, સંગઠનની સૂઝ, સમાજને આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રે ઉન્નત શિખરો સુધી પ્રગતિ કરવાની ધગશ અને પ્રેરણાદાયી નેતૃત્વ તેમજ અપની તન,મન અને ધનથી કરાયેલ સમાજસેવાને બિરદાવવા મંડળના આ પ્રસંગે આપને "વિશિષ્ટ સેવા સન્માનપત્ર" અપર્ણ કરતાં આપણું મંડળ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે તથા આપની આવી સમાજસેવા દીર્ઘકાલ સુધી પ્રાપ્ત થાય તે માટે આપના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુપ્ય માટે પ્રભુ પ્રાર્થના સહ,